Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વર્ષોથી માત્ર ૨ાા કલાક જ ઉંઘ લેતા મોદી ઉંઘ સંપૂર્ણ છોડી દેવા માંગે છે

ડો. શરદ ઠાકર સાથેની વાતચીતમાં પ્રગટી અકલ્પનીય સાધનાની ઈચ્છા : ભોળી-ગરીબ જનતા માટે ઉજાગરા કરવા છેઃ પૂરા ૨૪ કલાકની ઝંખના : સાધનામાં ત્રીજા ચરણ પછીનો તબક્કો 'દૂરિયા' અવસ્થા તરીકે ઓળખાય છે તે વખતે ઉંઘ પર સંપૂર્ણ કાબુ આવી શકે છે, ડો. શરદ ઠાકર પોતે સાધક છે. તેમણે શ્રી મોદી સાથેની વાતચીત વખતે આ સિદ્ધી બાબતે ઉલ્લેખ

રાજકોટ, તા. ૨૯ :. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં વિક્રમસર્જક બહુમતી સાથે ફરી ચૂંટાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ-વિદેશમાં પોતાની સફળતાનો ડંકો વગડાવ્યો છે. તેમની સફળતામાં તેમની આવડત ઉપરાંત કઠોર પરિશ્રમનો મહત્વનો ફાળો છે. રાત-દિવસ જોયા વગર સતત નિષ્ઠાથી પ્રવૃતિશીલ રહેવાની તેમની પ્રકૃતિએ સ્વયંને અને દેશને નવી ઉર્જા પુરી પાડી છે. અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને લેખક ડો. શરદ ઠાકરે શ્રી મોદી મુખ્યમંત્રી હતા તે વખતે ૨૦૧૨માં મુખ્યમંત્રીના બંગલામાં ૨ કલાક જેટલો સમય તેમની સાથે વાર્તાલાપ કરેલ. તે વખતની ચર્ચાના સાધના સંબંધી મુદ્દાનો પોતાના અવાજમાં ડોકટરે ઓડીયો ગઈ તા. ૨ મે ૨૦૧૯ના દિવસે જાહેર કર્યો છે. સોશ્યલ મીડિયામાં આ ઓડીયોએ ધૂમ મચાવી છે. જેમાં શ્રી મોદી મોટા ગજાના રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત  ઉત્તમ   પ્રકારના  સાધક હોવાનું સ્પષ્ટ થાય છે. તેમણે અકલ્પનીય સાધના દ્વારા ઉંઘમાંથી સંપૂર્ણ મુકિત મેળવી ૨૪ કલાક જાગતા રહેવાની ઈચ્છા વ્યકત કરી છે.

ડો. શરદ ઠાકર મૂળ જૂનાગઢના વતની છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે સંગીન પ્રદાન કર્યુ છે. શ્રેણીબદ્ધ પુસ્તકો લખ્યા છે. 'ડોકટરની ડાયરી', 'રણમાં ખીલ્યું ગુલાબ' વગેરે તેમની લોકપ્રિયતાની આગવી ઓળખ છે. નરેન્દ્રભાઈ સાથેની તે વખતની વાતચીતને વર્ણવતા તેઓ કહે છે કે, હું જ્યારે તેમને (મોદીને) મળ્યો તે વખતે આજકાલ શું ચાલે છે ? તેવો પ્રશ્ન પુછેલ. સામાન્ય રીતે કોઈપણ માણસ 'બધુ બરાબર ચાલે છે'. તેવો ઔપચારિક જવાબ આપે પરંતુ તેમણે ખૂબ ગંભીરતાથી જવાબ આપેલ. તેમણે (મોદીએ) જણાવેલ કે, નિંદ્રા પર કાબુ મેળવવાની સાધના ચાલે છે. ઉંઘ ઓછી કરવાનો પ્રયત્ન કરૂ છું.

ડો. શરદ ઠાકરની તેમની સાથેની વાતચીતનો ભાવાર્થ એવો છે કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર અઢી કલાક જ ઉંઘ લ્યે છે. તેમને અઢી કલાકની ઉંઘ શૂન્ય કરવી છે એટલે કે સંપૂર્ણ જાગતા રહેવા માગે છે. સાધનાના ત્રીજા ચરણ પછી ઉંઘ પર આવો કાબુ મેળવી શકાય છે. હનુમાન અને લક્ષ્મણ કદી ઉંઘતા નથી. રામ ૧૪ વર્ષ વનવાસ ગયા ત્યારે લક્ષ્મણ તેમની કુટિર બહાર સતત ચોકી-પહેરો કરતા હતા.

તમે ઝીરો ઉંઘની સાધના કોના માટે કરવા માગો છો ? તેવા સવાલના જવાબમાં મોદીએ જણાવેલ કે ગરીબ દેશની ગરીબ પ્રજા માટે મારે કામ  કરવુ છે. દેશને ગરીબી અને ભ્રષ્ટાચારમાથી બહાર કાઢવો છે. એના માટે ૨૧ાા કલાક ઓછા પડે છે. આ વાત કરતી વખતે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. મારી આંખો પણ ભીની થઈ ગયેલ તેમ ડો. શરદ ઠાકર કહે છે.

શ્રી મોદીએ પોતાના હિમાલયના દિવસોની વાત કરેલ. પોતે ત્રાસવાદીઓના હીટ લીસ્ટમાં હોવા અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે હું હિમાલયથી માતાજીના આદેશથી દેશનું કાર્ય પુરૂ કરવા માટે પાછો આવ્યો છું. તે કાર્ય પુરૂ ન થાય ત્યાં સુધી મને કોઈ મારી શકશે નહિં. મને મૃત્યુનો ડર નથી. હું મારૂ કાર્ય પુરૂ કરીશ.

ડો. ઠાકર કહે છે કે, હું કોઈની અંધભકિત કરૂ એવો માણસ નથી. દેશની

(1:18 pm IST)