Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાલનપુર હાઇવે પર પેટ્રોલપંપમાં ચાલુ બાઇકમાં પેટ્રોલ ભરાવતી વેળાએ આગ લાગતા અફરાતફરી

પાલનપુર- અમદાવાદ હાઇવે પર એમ, એ. માસ્ટર પેટ્રોલ પંપ પર બનાવ

પાલનપુર ; પાલનપુર એરોમા સર્કલ નજીક અમદાવાદ હાઇવે નજીક આવેલા પેટ્રોલ પંપ પર ચાલુ બાઇકમાં પેટ્રોલ ભરાવવા સમયે આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો

  જોકે, કર્મચારીએ અગ્નિસામક સાધનથી ત્વરિત આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પાલનપુર- અમદાવાદ હાઇવે નજીક આવેલા એમ. એ. માસ્ટર પેટ્રોલ પંપ પર એક યુવક કલચ વાયર તૂટેલો હોઈ પોતાનું બાઇક ચાલુ રાખી પેટ્રોલ પુરાવી રહ્યો હતો. દરમિયાન અચાનક ડેકી પાસે આગ ભભૂકી ઉઠતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા પેટ્રોલ પુરતાં અન્ય કર્મચારીએ દોડી આવી અગ્નિશામક સાધન વડે આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો

(12:24 pm IST)