Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અંબાજીમાં ડોક્ટર દંપતી વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો

પતિ વિરુદ્ધ મારામારી-ખોટી ધાકધમકીની ફરિયાદ ;પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું

અંબાજી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  મળતી માહિતી મુજબ પોસીના તાલુકાના દેલવાડા ખાતે પ્રથમિક આયોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર લાજવંતીબેન મહાવત ફરજ બજાવે છે. તેમણે પોતાના ડોક્ટર પતિ ચંદ્રપ્રકાશ મકવાણા સામે અંબાજી પોલીસમાં પતિ સાથે અનબન રહેતા ઝઘડો કરી મારામારી કરવા બાબતેને ખોટી ધાકધમકી આપવા બાબતે ફરિયાદ આપી કરી છે ડોક્ટર લાજવંતીબેને પોતાના પ્રોટેક્શન માટેની માંગ કરી છે.
  ડોક્ટર લાજવંતીબેન પોતાના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા પોતાના પતિથી છેલ્લા દોઢ એક માસથી અલગ રહેતા હોવાની વાત પોતાની ફરિયાદમાં કરી છે. પોતાના 28 વર્ષના લગ્નગાળા દરમિયાન પોતાને બે દીકરી અને એક દીકરો છે. જેને લઇ ડોક્ટર પત્ની પોતાના ડોક્ટર પતિથી અલગ રહે છે. તેનીના ઉપર પતિ દ્વારા શંકા રાખી ઝગડો કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે.
   જોકે હાલમાં આ ડોક્ટર દંપતી સાબરકાંઠાના પોસીના તાલુકામાં પોતાની ફરજો બજાવે છે અને રાજસ્થાનના આબુરોડ ખાતે રહે છે. આ તકરાર અંબાજી ખાતે થતા અંબાજીના જૂના નાકે થતા આ ફરિયાદ અંબાજી પોલીસસ્ટેશનમાં નોંધવા પામી છે. જેને લઈ પોલીસે ડોક્ટર પતિ ચંદ્રપ્રકાશની ધરપકડ કરી સી આર પી સી ની કલમ 107,116 (3) મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:36 pm IST)