Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

હારની જવાબદારી સ્વીકારવી એ મારી નૈતિક ફરજ :રાજીનામાની વાત ખોટી:અમિત ચાવડા .

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધી, પરેશ ધાનાણી બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપ્યાની વાત વહેતી થઇ હતી, જો કે અમિત ચાવડાએ કહ્યું કે હારની જવાબદારી સ્વીકારવી એ મારી નૈતિક ફરજ છે. પરંતુ રાજીનામાની વાત ખોટી છે.

  હારને સ્વીકારી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે મારી પ્રદેશ પ્રમુખ સિવાય પણ અન્ય ફરજો છે. જો કે રાજીનામું આપ્યું નથી.

 અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક સેનાપતિ તરીકે મારી નૈતિક જવાબદારી બને છે કે, આ હારને સ્વીકારીને પદની જવાબદારી પરથી દૂર થઉં. જોકે તેમણે રાજીનામાનો કોઇ ફોડ પાડ્યો નથી.

 અત્રે ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યા બાદ પ્રદેશ પ્રમુખે પણ રાજીનામું ધર્યું છે. આમ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપવાનો દોર શરૂ થયો છે.

(9:10 pm IST)