Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સંપૂર્ણ સ્વસ્થઃ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની તબિયત થોડા દિવસો પહેલા નાદુરસ્ત થતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવાયેલ જે પોઝીટીવ આવતા તેમની સારવાર તાત્કાલીક શરૂ કરવામાં આવી હતી. કોરોનાની સારવાર બાદ તેઓઍ પોતાની તંદુરસ્તી પરત મેળવી લીધી છે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે તેઓ પોતાના નિવાસસ્થાને પરત ફરતા પરિવારજનો તથા તેમના શૂભેચ્છકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

(5:28 pm IST)
  • આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટની મુખ્યમંત્રી રૂપાણીની નેમ થશે સાકાર : વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકા માટે તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના રૂપિયા ૬૫૧ કરોડના કામોના ટેન્ડરને મંજૂરી આપીઃ સુરત અને નર્મદા જિલ્લાના ૭૩ આદિજાતિ ગામોને મળશે બારમાસી સિંચાઈ સુવિધા-૫૩૭૦૦ એકર જમીનને મળશે ઉદવહન સિંચાઇ યોજનાનો લાભઃ ૩૬ મહિનામાં યોજના સાકાર થશેઃ૧૦૦ હયાત ચેકડેમ ભરવાનું અને ૩ મોટા ચેકડેમ બનાવવાનું પણ આયોજન access_time 2:53 pm IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST

  • અમદાવાદમાં રાતનાં 10 વાગ્યા પછી તમામ બજાર-દુકાનો બંધ રહેશે : અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય : અમદાવાદ શહેરનાં આઠ વિસ્તારોમાં અમલ કરાશે : શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા AMCનો નિર્ણય access_time 2:42 pm IST