Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાની સામે લડવા લોકો દ્વારા ઉદાર હાથથી દાન થયું

મુખ્યમંત્રીની દાનની અપીલને વ્યાપક પ્રતિસાદ : ૧૨૦૦ લોકો- સંસ્થા દ્વારા બે દિવસોમાં ૧૨.૮૫ કરોડ

અમદાવાદ,તા.૨૮ : કોરોના સામેના જંગને જીતવા માટે ઉદાર હાથે યોગદાન આપવા મુખ્યમંત્રીની અપીલને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રીના સચિવે અશ્વિની કુમારે આજે માહિતી આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીની અપીલ બાદ માત્ર બે દિવસમાં ૧૨.૮૫ કરોડ રૂપિયાનું ભંડોળ આવ્યું છે. દાન ઈન્કમટેક્ષની કલમ ૮૦જી હેઠળ કળમુક્ત છે. મુખ્યમંત્રીના સચિવે એમ પણ કહ્યું કે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટેના ફંડ એકત્રીકરણની મુખ્યમંત્રીની અપિલનો પ્રતિસાદ પણ રાજ્યભરમાંથી સાંપડયો છે. મુખ્યમંત્રી રાહતનિધિમાં હેતુસર અદાણી ફાઉન્ડેશનના પ્રિતીબહેન અદાણીએ પાંચ કરોડનું દાન આપેલું છે.

        ઉપરાંત ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા કરોડ, આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રૂ. કરોડ લાખ, રાજકોટના  મુકેશભાઇ શેઠ દ્વારા પ૧ લાખ તેમજ ખોડલધામના દિનેશ કુંભાણીના વ્યકિગત ફાળા પેટે ૧૧ લાખ મુખ્યમંત્રી રાહતનિધિમાં મળ્યા છેસ્વામિનારાયણ મંદિર વાસણા સીએમવીએસ-ગાંધીનગર દ્વારા ર૧ લાખનું દાન આપવામાં આવ્યું છે. હજુ પ્રવાહ જારી છે.

(8:28 pm IST)