Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરતમાં કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય ખોરાક ન મળતો હોવાની ફરિયાદથી તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરમાં કોરોના વાઈરસ કેસ પોઝિટિવ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે. આવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવેલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં કેટલાક દર્દીઓને યોગ્ય ખોરાક મળતો નહીં હોવાની ફરિયાદ ઉઠવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાન થોડા દિવસ પહેલા દુબઇ ગયા હતા ત્યારથી બાર દિવસ પહેલા સુરત આવ્યા હતા બાદમાં તેમની કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા. તેમની સંપર્કમાં આવેલી તેમની પત્નીને પણ તકલીફ થઈ હતી. જેથી આઠ દિવસ પહેલા દંપતીને કોરોના વાઈરસના ચિન્હો દેખાતા દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં યુવાનનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવઆવ્યો હતો. જેથી તેમના પરિવારના સાત જેટલા સભ્યોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

(5:39 pm IST)