Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વડોદરામાં લોકડાઉનમાં પોતાની ફરજ બજાવતા પોલીસને પરિવારજનોએ ચાપાણી પીવડાવી માનવતા દેખાડી

વડોદરા: શહેરમાં હાલ કોરોનાનો જીવલેણ રોગચાળો વકર્યો છે અને રોજે રોજ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યો છે. કોરોના વાઈરસ લોકો એકબીજાના સંપર્કમાંઆવે તેનાથી વધુ વકરે છે, પરંતુ આવું થાય તે માટે લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનનો લોકો ચુસ્ત પણે પાલન કરે અન ઘરની બહાર નિકળે નહી તે માટે પોલીસ રાતદિવસ ખડે પગે સેવા બજાવી રહી છે. પોલીસ આપણી સુરક્ષા માટે કરે છે. તો પછી આપણે પણ તેઓ માટે કંઈક કરવું જોઈએ તેમ વિચારીને કાર્ય હાથ પર લીધુ છે.

મધરાતે બારેક વાગ્યે પંચશીલ, વારસિયા ખાતે   શબ્દો  ઉચ્ચાર્યા હતા. હેતલબેન એચ.રાણાએ   રાણા, સોની અને સૂર્યવંશી પરિવારના સભ્યો મધરાતે બંદોબસ્તમાં રહેતા પોલીસ જવાનોને ચા-પાણી આપવા નિકળ્યા હતા. પોતાના ટુ વ્હીલર્સ પર ચા-પાણીનો જગ, કપ અને ટ્રે લઈને નિકળીને પંચશીલ પહોંચ્યા હતા, જ્યાં પહેરો ભરતા જવાનોને ચા પાણી પીવડાયા હતા.

(5:38 pm IST)