Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરતમાં લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી થશેઃ રેપીડ એકશન ફોર્સની ટીમનું આગમન

સુરત: કોરોના વાયરસ ના કારણે દેશભરમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે જો તમે બિનજરૂરી બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો કારણ કે રેપીડ એક્શન ફોર્સની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી શકે છે.કોરોના વાયરસ ના કારણે દેશભરમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે જો તમે બિનજરૂરી બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો કારણ કે રેપીડ એક્શન ફોર્સની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી શકે છે.

કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળતા તેનો ચુસ્તપણે અમલ નથી થઈ રહ્યો. આખરે રાજ્ય સરકારના નિર્ણય બાદ સુરત પોલીસને રેપીડ એક્શન ફોર્સ ની એક કંપની ફાળવવામાં આવી છે. સુરત આવી પહોંચેલી રેપીડ એક્શન ફોર્સ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સની મહિલાઓ જવાનો પણ શામેલ થઈ હતી. ફ્લેગ માર્ચમાં શહેર પોલીસના એસીપી, પીઆઇ તેમજ રેપીડ એક્શન ફોર્સના ઉચ્ચ અધિકારી જોડાયા હતા. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોમાં સુરક્ષિત રહે અને બિનજરૂરી રીતે બહાર ના નીકળે. આ ચેતવણી પછી પણ જો વગર કોઈ કારણ બહાર નીકળશે તો તેઓ સામે રેપીડ એક્શન ફોર્સ કડક હાથે કાર્યવાહી કરશે.

(4:40 pm IST)
  • મોડીરાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ દેશમાં કોરોના વાયરસના 882 કેસ થયા છે મૃત્યુઆંક 20 થયો છે જયારે 73 કેસોમાં રિકવરી થઇ છે : 785 એક્ટિવ કેસો છે જે બધા માઈલ્ડ નેચરના પોઝિટિવ કેસ છે access_time 12:32 am IST

  • પાકિસ્તાનમાં ૧૪૦૦ની નજીક આંક પહોંચ્યોઃ આજે સવારે પાકિસ્તાનમાં કોરોના પોઝીટીવનો આંક ૧૩૭૩ થયો છે : મૃત્યુઆંક ૧૧ છે. ૨૩ રીકવર થયા અને ૧૩૩૯ એકટીવ કેસો છે. ૭ સીરીયસ કેસ access_time 9:58 am IST

  • હોસ્પીટલના સ્ટાફ ઉપર જોખમ થઇ શકે છેઃ વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય : દરેક ખાનગી હોસ્પીટલને સુચના : સીવીલ-ક્રાઇસ્ટ સિવાય બીજી કોઇ હોસ્પીટલમાં 'કોરોના'નો દર્દી દાખલ નહી થઇ શકેઃ બેડ ફુલ થયે બીજી હોસ્પીટલનો વિકલ્પ : રાજકોટના તમામ ૧૦૦ ફીઝીશ્યન પાસે સામાન્ય શરદી-તાવની દવા લેવા જાય તો ટોળા ન કરોઃ પ મીટરનું ખાસ અંતર રાખો access_time 11:43 am IST