Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉન વચ્ચે બૂટલેગરોએ વિદેશી દારૂના ભાવ ડબલથી વધુ કરી નાખ્યા

રાજ્યની તમામ બોર્ડર સીલ થતા દારૂની હેરફેર અટકી ગઇઃ બૂટલેટરો નકલી દારૂ બનાવી વેચવા લાગ્યા, લઠ્ઠાકાંડની ભીતિ

અમદાવાદ,તા.૨૮: સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વોડકાથી લઇ વ્હીસ્કી સુધી તમામ બ્રાન્ડના દારૂમાં બૂટલેગરોએ નોંધપાત્ર વધારો કર્યો છે. લોકડાઉન  થવા સાથે પોલીસે તમામ રાજયોની બોર્ડર સિલ કરી દીધી છે અને બીજા રાજયોમાં દારૂની દુકાનો પણ બંધ છે. જેથી બોર્ડરપરથી દારૂની હેરફેર લગભગ બંધ થઇ ગઇ છે. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં બૂટલેગરો નકલી દારૂ બનાવી વેચવા લાગ્યા છે. જેથી લઠ્ઠાકાંડ થવાની પણ ભીતિ વ્યકત થઇ રહી છે. નોંધનીય છે કે, લોકડાઉન થતા રાજયની લીકર શોપ પણ બંધ થઇ ગઇ છે. જેથી પરમીટ ધારકોને પશ દારૂ મળી રહ્યો નથી. જેથી તેઓ પણ બુલગેરોના સહારે આવી ગયા છે. જેથી બૂટલેગરો દારૂના ભાવ ડબલથી પણ વધુ કરી નાંખ્યા છે.

ગુજરાતના બૂટલેગરો યુકિત- પ્રયુકિતથી ગુજરાતમાં દારૂ ઠાલવે છે અને બમણા ભાવમાં ગુજરાતીઓને વેચે પણ છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે દારૂની જોરદારતંગીઊભી થઇ છે અને જેના કારશે જે બૂટલેગરો પાસે દારૂનો સ્ટોક છે તે મોં માગ્યા એટલે ડબલ કરતા પણ વધારે ભાવે દારૂ વેચી રહ્યાં છે. એક તરફ દારૂ મળી રહ્યો નથી ત્યારે તંગીના કારશે વધુ પ્રમાણમાં નફો લૂંટી લેવા કેટલાક બૂટલેગરો દારૂની બોટલના બૂચ ખોલી તેમાં પાણી, સ્પિરીટ સહિતના કેમિકલો ઉમેરી રહ્યાં છે. એક બૂટલેગરે નામ ન આપવી શરતે જણાવ્યું હતું કે, હાલ દારૂ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે પરતુ પીવા વાળા તો રોજ દારૂ લેવા આવે છે. જેથી ભાવમાં મોટો ઉછાળો થયો છે.

જેનો લાભ લેવા કેટલાક લોકો દારૂની બોટલનું બૂચ ટેકનિકથી ખોલી તેમાંથી સારો દારૂ કાઢી અમુક ટકા પાણી ઉમેરી દે છે. જયારે દારૂની કિક(નશો) જલદી ચઢે તે માટે તેમાં સ્પિરીટ, દેશી દારૂ સહિતનું કેમિકલ ઉમેરી રહ્યાં છે. જેથી દારૂની સાઇડ ઇફેકટ થવાની શકયતા રહેલી છે. નોંધનીય છે કે, એક તરફ લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે વેપાર ધંધા બંધ થતા મજૂર વર્ગ બેકાર બન્યો છે. બીજી તરફ, દેશી દારૂના રવાડે ચઢેલા લોકોને દારૂ પીધા વગર ચાલે તેમ નથી તેથી તેઓ ડબલ ભાવ આપી દેશી દારૂપીવા મજબૂર બન્યા છે. (૨૨.૭)

(11:45 am IST)