Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મહેસાણા નજીક ટ્રક પલ્ટી જતા ત્રણ શ્રમિકોના મોત : છ ગંભીર

ખાંડની ટ્રકમાં બેસીને શ્રમીકો રાજસ્થાન જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો

મહેસાણા : ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન થતાં રોજનું કમાઈને રોજનું ખાતા અને કામની જગ્યાએ જ રહેતા શ્રમીકો માટે ઉપર આભ અને નીચે ધરતી પણ ખસી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણા પાસે ખાંડની ટ્રકમાં બેસીને શ્રમીકો રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ટ્રક પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત થયા છે અને 6 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

(9:59 am IST)