Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: છાત્રાલયોના અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીના ખાતામાં એપ્રિલમાં જમા થશે 1500 રૂપિયા

રાજ્યના 3.25 લાખ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય

અમદાવાદ :કોરોના વાયરસ મહામારી સંદર્ભે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. છાત્રાલયોમાં અભ્યાસ કરતા 3.25 લાખ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરાયો છે. એપ્રિલમાં વાલીના ખાતામાં રૂ.1500 જમા કરવામાં આવશે. છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા બાળકો માટે નિર્ણય કરાયો છે.

 રાજ્ય સરકાર દ્વારા 1થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે છાત્રાલયોમાં અભ્યાસ કરતા 3.25 લાખ વિદ્યાર્થીઓના ખર્ચ માટે સરકાર આર્થિક સહાય કરશે

  સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને એપ્રિલ માસના ખર્ચ રૂપે 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એપ્રિલમાં વાલીના ખાતામાં રૂ.1500 જમા કરવામાં આવશે. રાજ્ય સરકાર પર 50 કરોડ જેટલો બોજો પડશે. દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા બાળકો માટે પણ આર્થિક લાભ મળશે.

(9:09 pm IST)