Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગાંધીનગરમાં સે-30માં ચંદનના ચોરીના બનાવમાં સતત વધારો: મસમોટું ચંદનનું ઝાડ કાપી તસ્કરો છૂમંતર.....

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી ચંદન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે શહેરના સે-૩૦માં ઘર આંગણેથી તસ્કરો દસ વર્ષ જુના ચંદનના ઝાડને કાપીને લઈ ગયા હતા. મકાન માલિક વિદેશ પ્રવાસે હોવાથી આ મામલે તેમના મિત્રએ સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચંદન ચોરીની ઘટના દોઢ મહિના અગાઉની છે પરંતુ થોડા દિવસ અગાઉ ફરીથી તસ્કરોએ અહીં ચોરીનો પ્રયાસ કર્યો હોવાથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.   

ગાંધીનગર શહેરના સે-ર૦માં આવેલા આયુર્વેદિક ઉદ્યાન અગાઉ ચંદનચોરોના નિશાન ઉપર હતુ ત્યારે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પણ ચંદન ચોરોએ રાત્રીના સમયે ચંદન ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે શહેરમાં ફરીથી ચંદનચોરો સક્રિય થયા હોય તેમ લાગી રહયું છે. 

(5:29 pm IST)