Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીની ઘટનામાં ભરખમ વધારો: દીકરીના લગ્નપ્રસંગમાં વ્યસ્ત પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.98 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે. શહેર નજીક આવેલા કોલવડામાં પાર્ટી પ્લોટમાં દીકરીનો લગ્નપ્રસંગ ચાલી રહયો હતો તે દરમ્યાન પરિવારના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો તેમાંથી રોકડ અને દાગીના મળી ૧.૯૮ લાખની મત્તા ચોરી ગયા હતા. આ મામલે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે.   

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં ઠંડીએ પગરવ માંડતાની સાથે જ હવે જાણે કે તસ્કરોએ પણ પગ પેસારો કર્યો હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. ત્યારે શહેર નજીક આવેલા કોલવડામાં લગ્નપ્રસંગ લઈને બેઠેલા પરિવારના ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કરતાં ચકચાર મચી છે. 

(5:29 pm IST)