Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સોશ્યલ ડિસ્ટન્સ :સુરતમાં કોરોનાની ચેઈન તોડી પાડવા લોકોને સર્કલ બેશાડી જમાડ્યા

એક એક મીટરના અંતરે ગોળ રાઉન્ડ સર્કલ બનાવી તેમાં ભૂખ્યા લોકોને બેસાડીને સેવાભાવી સંસ્થાએ જમાડ્યા

સુરત : કોરોના વાયરસને પગલે સુરત મનપા અને સેવાભાવી સંસ્થાઓ સતર્ક બની છે સોશિયલ અંતર માટે  તમામ તકેદારી રાખવા આવી રહી છે જમવાથી લઇ શાકભાજી વેચવા સુધીની તમામ ગતિવિધઓ પર તંત્રની ચાપતી નજર છે

   આ લોકડાઉનને સફળ બનાવવાને કોરોનાના સંક્રમણને અટકાવવા તમામ પાલિકાઓ તેમજ જેને છૂટ આપવામાં આવી છે એવી સેવાભાવી સંસ્થાઓ તકેદારીના તમામ પગલાઓ લઇ રહી છે. સુરતના રીંગ રોડ પર આવેલા મીલેનીયમ માર્કેટમાં પણ એક સેવા ભાવી સંસ્થા દ્વારા હાલ ભૂખ્યા લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે સેવા ભાવી સંસ્થા દ્વારા તકેદારીના ભાગ રૂપે સોશિયલ અંતર રાખવામાં આવી રહ્યું છે.

એક એક મીટરના અંતરે ગોળ રાઉન્ડ સર્કલ બનાવી તેમાં બેસીને લોકોને જમાડવામાં આવી રહ્યા છે. અને ભોજનાલયની અંદર પણ ટેબલ પર સોશિયલ અંતર જાળવવામાં આવવી રહ્યું હતું. અને ૪ની ક્ષમતા વાળા ટેબલ પર અંતર રાખી બે જ લોકોને બેસાડવામાં આવી રહ્યા હતા.

બીજી તરફ પાલિકા દ્વારા પણ એટલા જ ચુસ્ત પગલા લેવાઈ રહ્યા છે. સુરતના સરદાર માર્કેટ વિસ્તારમાં જ્યાં સાંજના સમયે ૧૦૦૦થી વધુ ફેરિયઓ શાકભાજી વેચવા ફૂટપાથ પાસે બેસે છે. ત્યાં પણ પાલિકા દ્વારા સફેદ કલરથી સોશિયલ અંતર જાળવવા માટે એક એક મીટરના અંતરે સર્કલ બનાવી દીધા છે

(11:39 pm IST)