Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉન વચ્ચે રાજપીપળામાં ઘણા દિવસથી પાણી, વીજળી સહિતની સમસ્યા : કેટલાક કંપનીના નેટવર્ક પણ ધીમા :પીવાના પાણીમાં કચરો

તંત્ર લોકડાઉનમાં વ્યસ્ત હોય અન્ય બાબતે પણ ધ્યાન આપે તે ઘરમાં રહેતા લોકો માટે જરૂરી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જિલ્લાનું વડું મથક છે હાલમાં લોકડાઉન વચ્ચે લોકો પોતપોતાના ઘરમાં હોય ત્યારે દેશ વિદેશના સમાચારો સહિતના અન્ય મનોરંજન માટે ટીવી કે અન્ય ટાઈમપાસ કરવા વીજળી જરૂરી છે પરંતુ છેલ્લા ચારેક દિવસ થી રાજપીપળામાં વારંવાર વીજળી આવન જવાન થાય છે ઉપરાંત કેટલાક મોબાઈલ કંપનીના નેટવર્ક પણ ધીમા ચાલતા હોય લોકો કંટાળી ગયા બાદ ૨૧ દિવસ કેવા જશે તેની ચિંતામાં લાગ્યા છે.
બીજી તરફ રાજપીપળાના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીમાં એક અઠવાડિયા થી સફેદ કચરો જોવા મળતા ગૃહિણીઓમાં ગભરાટ ફેલાયો છે,જોકે કેટલાક સ્થાનિકો એ આ માટે પાલીકામાં જાણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.છતાં હજુ પાણીમાં કચરો આવતા કોરોના બાદ કોઈ નવા રોગચાળો તો નહીં આવેને તેવી પણ ચિંતા લોકોમાં ફેલાઈ છે.ત્યારે તંત્ર આવી અન્ય બાબતે પણ ધ્યાન આપે એ લોકડાઉન સમયે ઘરે રહેતા લોકો માટે જરૂરી છે.

(9:45 pm IST)