Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસના યોજનામાં હપ્તા અટકી જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં :પહેલા ગ્રાન્ટની તકલીફ હવે કોરોના લોકડાઉન

એક તરફ કોરોનાનો હાઉ વચ્ચે લોકોના કામ ધંધા બંધ છે ત્યારે મકાન ખોલી બેઠેલા પરિવારોના ૩ મહિનાથી હપ્તા ન આવતા મુશ્કેલી: નર્મદા જેવા પછાત જિલ્લામાં ઝડપી કામગીરી ન થતા લોકો ઘર બાંધવા વ્યાજે રૂપિયા લેવા મજબુર બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશ હાલ કોરોનાના હાઉ વચ્ચે છે લોકડાઉનમાં લોકોના કામ ધંધા અટકી પડ્યા છે બીજો તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભરૂચ-નર્મદાના લાભાર્થીઓ યોજનામાં લાભ મળ્યા બાદ મકાનો તોડી બેઠા છે પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઘણા લાભરથી ઓનાં હપ્તા જમા ન થતા દાગીના ગીરવે મૂકી કે ઉધાર લાવી મકાનો બાંધી રહ્યા હોય હાલ આવા ઘણા લાભાર્થીઓની હાલત નહિ ઘરના કે નહીં ઘાટના જેવી થવા પામી છે.વ્યાજે રૂપિયા લઈ મહિને વ્યાજ ચૂકવતા લોકો પણ હાલ કોરોના લોકડાઉન વચ્ચે કામકાજ બંધ હોવાથી વ્યાજ પણ ચૂકવી શકે તેવી હાલત ન હોય ગરીબ પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
જોકે અગાઉ એકાદ મહિના પહેલા સરકારમાં ગ્રાન્ટ ની તકલીફ હોવાની વાત સાંભળી થોડા દિવસ માં હપ્તા જમા થશે તેવી આશા માંડી બેઠેલા લોકો ને હવે કોરોના માં તેમના હપ્તા કયારે આવશે તેવી ફિકર સતાવી રહી હોય સરકાર ભરૂચ નર્મદા જિલ્લાના આવા લોકો માટે વહેલી તકે હપ્તા ની જોગવાઈ કરે તેવી માંગ ઉઠી છે.

(9:41 pm IST)