Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વડોદરામાં કોરોના વાયરસને પગલે તંત્રનો મોટો નિર્ણય : હોમ ક્વોરન્ટાઈનના 28 દિવસ કરાયાં

3900 પરિવારને 28 દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે

વડોદરા : રાજ્યમાં કોરોના વાયરસન વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડોદરા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા હોમ ક્વૉરન્ટાઇન કરાયેલા પરિવારની સમય મર્યાદામાં વધારો કરાયો છે.

  વડોદરા તંત્ર દ્વારા હોમ ક્વૉરન્ટાઇન કરાયેલા પરિવાર માટે સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. જેમાં તંત્રએ હવે 14 દિવસના બદલે હોમ ક્વૉરન્ટાઇન માટે 28 દિવસ કરી દેવામાં આવ્યાં છે. આમ 3900 પરિવારને 28 દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે. હોમ ક્વૉરન્ટાઇનથી નાસી છૂટતાં નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

   રાજ્યમાં કોરોનાના વધતાં કેસ સામે વડોદરા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ ક્વૉરન્ટાઇનની સમય મર્યાદા 14 દિવસથી વધારીને 28 દિવસની કરવામાં આવી છે.

(12:01 pm IST)