Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મિશન શક્તિ ઐતિહાસિક સફળતા છે

અમદાવાદ,તા.૨૭ : રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના સંયુક્ત નિવેદનમાં આજે ભારતના ડીઆરડીઓ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વિની ભ્રમણકક્ષામાં ૩૦૦ કિલોમીટર સ્થિત લૉ અર્થ ઓર્બિટ સેટેલાઇટને, એન્ટી સેટેલાઇટ વેપન એ-સેટ દ્વારા તોડી પાડવામાં જે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી, તે બદલ દેશના વૈજ્ઞાનિકોને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત અને દૂરંદેશી નેતૃત્વમાં ભારત દેશ ઉપરોક્ત સિધ્ધિ હાંસલ કરનાર રશીયા, અમેરિકા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

(10:21 pm IST)