Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરત કામરેજ પાસેથી અંક્લેશ્વરનો સસ્પેન્ડેડ પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતા સાગરીતો સાથે ઝડપાયો :ચકચાર

અંકલેશ્વરનો સસ્પેન્ડેડ પોલીસ કર્મી દારૂની ખેપ મારતા સુરત એલ.સી. બીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે.

   અંકલેશ્વરના રૂરલ પોલીસ મથકમાં છ માસ પૂર્વે થયેલ આંકડાકીય જુગાર પર સ્ટેટ વિજિલિન્સની રેડ માં નવ પોલીસ કારમી સસ્પેન્ડ થયા હતા. જેમાં એક જીતુ ચૌહાણ પણ હતો. સસ્પેન્ડ પિરિયડ દરમ્યાન આજરોજ સુરતના કામરેજ ટોલ નાકા પાસે હોટેલ રાજ પાસે થી સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને તેના સાગરીતો સાથે ઝડપી પડ્યો હતો.

 

  સુરત એલ સી બી પોલીસેપેટ્રોલિંગ દરમ્યાન જીતુ ચૌહાણની અલ્ટો કાર નંબર જી જે 06 સી બી 5910 ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની વિવિધ બોટલો મળી આવી હતી એલ સી બી પોલીસે રૂપિયા એક લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રોકડા રૂપિયા ૩૨,૬૦૦ સાથે અલ્ટો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ ૮૬ હજાર ૬૩૦નો મુદ્દામાલ કબ્જે કરી સસ્પેન્ડેડ પોલીસ કર્મી જીતેન્દ્ર કિશોર ચૌધરી (રહે શાંતિ તીર્થ સોસાયટી જીઆઈડીસી અંકલેશ્વર ) તથા કૃણાલ કીર્તિકુમાર ચાંગ (રહે-ગણેશ પાર્ક જીઆઇડીસી અંકલેશ્વર )અને નિકુંજ કમલેશ ચાંગ(રહે-ગણેશ પાર્ક જીઆઇડીસી અંકલેશ્વર) ત્રણેયને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સસ્પેન્ડેડ પોલીસ કર્મી દ્વારા જ પોતાની ગાડીમાં દારૂની ખેપ મારવામાં આવતી હોવાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

(8:56 pm IST)