Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરમાં કચરાપેટી લગાવવા 13.25 લાખનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું

મહેસાણા: નગરપાલિકામાં વાડ ચીભડા ગળે તેવી પરિસ્થિતિ થઈ છે. 50 કરોડથી વધુની ડિપોઝીટ બેંકમાં હોવાથી મન પડે તેવા ખર્ચાઓ થઈ રહ્યા છે. શાસક પક્ષ તો ઠીક વિપક્ષ ભાજપ પણ જાણે તમાશો જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ હોવાથી લાખોનો ધુમાડો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરમાં કચરાપેટી લગાવવા માટે 13.25 લાખનો  ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.

પાલિકાનો નંબર સ્વચ્છતામાં આગળ આવે તે માટે અઢળક ખર્ચાઓ થયા હતા પણ નંબર આવ્યો હતો. ખર્ચાઓમાં એક ખર્ચ શહેરમાં 250 જગ્યાઓ લોખંડની જાળીઓવાળા ડસ્ટબીન લગાવવા કરાયો છે. જેમાં ેક કચરાપેટી દીઠ 5300નો ખર્ચ થયો છે. જેમાં કુલ 13.25 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ડસ્ટબીન ખુબજ હલકી કક્ષાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકાના સુત્રોએ જણાવ્યું કે કચરાપેટી માટે એકપણ નગરસેવકને પુછવામાં આવ્યું નથી. મન પડે ત્યાં ડસ્ટબીનો લગાવી દીધી છે. મઝાની વાત છે કે લોકો જ્યાં સૌથી વધુ કચરો નાખે છે તેવા વિસ્તારમાં કચરા ટોપલી લગાવાઈ નથી. બીજું કે આમાં વપરાયેલું લોખંડ અત્યંત હલકી કક્ષાનું હોવાથી કિંમત વધારે પડતી અપાઈ છે. શહેરમાં હાલ આવા કોઈ પ્રોજેક્ટની જરૃરિયાત લાગતી  હતી. છતાં શા માટે લાખોનો ધુમાડો થયો તે ચર્ચાનો વિષય છે.

(5:48 pm IST)