Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગુજરાતમાં ભાજપના ત્રણ ઉમેદવાર જાહેર : બનાસકાંઠાથી પરબત, પટેલ,પોરબંદરથી રમેશ ધડુક અને પંચમહાલથી રતનસિંહને ટિકિટ

બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી, અને પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ કપાયા

અમદાવાદ :ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતના તયર્ન ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠા સીટ પરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકનું નામ જાહેર કરાયું છે

બનાસકાંઠા બેઠક ઉપર કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયુ છે હરિભાઈ ચૌધરીના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.
    પંચમહાલથી હંમેશા ટિકિટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું પણ કપાઈ ગયું છે. આ સાથે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડૂકનું નામ જાહેર કર્યું છે.જોકે વિઠ્ઠલભાઈ રાદડિયાએ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી 

(2:49 pm IST)