Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

૪૮ કલાક, ૩૦૦ કલાકાર, ૭૭ કૃતિ

ગયા વર્ષે બનાવેલો નોન-સ્ટોપ નાટયભજણીનો ૨૫ કલાક ૩૦ મિનિટનો વર્લ્ડ રેકોર્ડ તોડીને સુરત પફોર્મિગ આર્ટિસ્ટસ અસોસિએશન બનાવશે ૪૮ કલાક લગાતાર સ્ટેજ -પર્ફોર્મન્સનો વર્લ્ડ રેકોર્ડ

સુરત, તા.૨૭: સુરતના આર્ટિસ્ટસ દ્વારા બનાવવામાં આવેલા સુરત પર્ફોર્મિગ આર્ટિસ્ટસ અસોસિએશન દ્વારા ગઇ કાલે રાતે બાર વાગ્યાથી 'રંગહોત્રી ર' નો શુભારંભ થયો છે, જેમાં નોન-સ્ટોપ ૪૮ કલાક સુધી રંગમંચ પર કૃતિઓ રજૂ કરવામાં આવશે અને એકધારો સ્ટેજ પર પર્ફોર્મન્સ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવશે. અગાઉનો ૨પ કલાક ૩૦ મિનિટનો વર્લ્ડ રેકોર્ડ પણ સુરત પર્ફોર્મિગ આર્ટિસ્ટસ અસોસિએશનના સિનિયર હોદેદાર કપિલદેવ શુકલે કહ્યું હતું કે 'આ વખતે અમે થીમબેઝ કાર્યક્રમ કર્યો છે. 'ગુજરાતના નાથ' થીમના આ કાર્યક્રમમાં ગાંધીજીથી માંડીને કનૈયાલાલ મુનશી, કાંતથી લઇને સરદાર જેવા મહાનુભાવોને સ્ટેજ પર તાદશ કરવામાં આવશે તો જે સાક્ષર છે તેમની કૃતિઓ ભજવવામાં આવશે.'

'રંગહોત્રી ૨' માં પાંચ વર્ષથી લઇને ૮૬ વર્ષની ઉંમરના ૩૦૦ કલાકારો દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની કુલ ૭૭ કૃતિ રજૂ કરવામાં આવશે અને સ્ટેજ પર ૭૦૦થી વધુ પાત્રો જીવંત કરવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગી થઇ રહેલો આ કાર્યક્રમ ગુરુવારે રાતે બાર વાગ્યે પૂરો થશે.

(11:47 am IST)