Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ખેડૂતોને ૯૦ હજાર કનેકશન આપવા લક્ષ્યાંકઃ ૭૧ કરોડ રીપેરીંગ માટે...

પીજીવીસીએલનું ર૦ હજાર કરોડનું બજેટઃ ખેડૂતોને કુવામાં વીજ કનેકશન આપવા ૧૪૦૦ કરોડ ખર્ચાશે

થાંભલા ખસેડવા-સ્લમ વિસ્તારમાં વીજ જોડાણ માટે રર કરોડનો ખર્ચ થશે

રાજકોટ તા.૨૭: પશ્ચિમ ગુજરાત વીજ કંપની કે જેનું રાજકોટ હેડ કવાર્ટર છે, કંપનીએ ૨૦૧૯-૨૦ માટે રૂ. ૨૦ હજાર પ૦૦ કરોડનું બજેટ જાહેર કર્યું છે, અને બોર્ડ બેઠકમાં બજેટને બહાલી અપાઇ હતી.

 

આ વર્ષના બજેટમાં ખેડૂતોને કુવાઓ ઉપર વીજ જોડાણ આપવા માટે ૯૦ હજાર કનેકશનનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. જેની પાછળ સૌથી વધુ રૂ. ૧૩૭૦ કરોડનો ખર્ચ થશે.

સૌરાષ્ટ્ર ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઇ માટે વીજળી મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજે ૧ લાખ ખેડૂતોને વીજ જોાણો આપવામાં આવ્યા પછી પણ હજુ ૭૨ હજાર ખેડૂતોની અરજી પેન્ડીંગ રહી છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન આ વર્ષે સૌથી વધુ કૃષિ વીજ જોડાણો અપાયા હોવાથી હવે આગામી વર્ષમાં જૂની વીજલાઇનોમાં નવીનિકરણ પાછળ રૂ. ૭૧૬૯ લાખનો જયારે ગ્રામપંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં પોલ શિફટીંગ પાછળ રૂ. ૧૫૦૦ લાખ તથા ઝૂંપડપટ્ટીનાં ૧૫ હજાર ઘરમાંથી અંધારા ઉલેચવા માટે ૭૨૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફોલ્ટી-જુના વીજ મીટરો બદલવા માટે રૂ. ૩૫ કરોડ ૯૯ લાખ જયારે ઉર્જા બચત પાછળ રૂ. ૧૩૦૦ લાખ કિશાન હીટ ઉર્જા શકિત હેઠળ રૂ. ૩૫૦૦ લાખ અને સૌરાષ્ટ્રના દરિયા ખેડૂત વિસ્તારની વિકાસ યોજના હેઠળ રૂ. ૩૮૫૦ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.

(10:22 am IST)