Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરતના લિંબાયતમાં જાહેરમાં બે યુવકો પર છરીથી હુમલો : કપિલનું કરૂણમોત : રવિ સિંઘ ઈજાગ્રસ્ત

ગોકુલ અને હર્ષદ નામના બે શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો

. સુરતના લિંબાયતમાં જાહેરમાં બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. જેમાં એક યુવકનું કરૂણમોત નિપજ્યું હતું. જયારે બીજા યુવકને ઇજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી

  .આ અંગે મળતી વિગત મુજબ લિંબાયતના શાકભાજી માર્કેટમાંથી કપિલ કોળી અને રવિસિંઘ રાજપુત નામના બે મિત્રો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગોકુલ અને હર્ષદ નામના બે શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

  ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં પણ દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં કપિલનું મોત નિપજ્યું હતું. જ્યારે રવિ સિંઘ ઈજાગ્રસ્ત થતા નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે ગોકુલ અને હર્ષદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ આદરી છે.

(9:44 pm IST)