Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

આણંદ નજીક મોગર ગામમાં પરિણીતા પર દહેજ તેમજ આડા સંબંધને લઈને પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા મોગર ગામની પરિણીતા પર તેના પતિ, સાસુ અને નણંદ દ્વારા દહેજના મુદ્દે તેમજ પતિએ પરસ્ત્રી સાથેના આડા સંબંધને લઈને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પુત્ર સાથે કાઢી મૂકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મોગર ગામે રહેતી રેશ્માબેનના લગ્ન વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં આવેલા તુલસીવન એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશકુમાર ભગુભાઈ રાઠોડ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે એક પુત્રની પણ પ્રાપ્તી થઈ હતી. પરંતુ ત્યારબાદ પતિને પરસ્ત્રી સાથે આડો સંબંધ બંધાતા રેશ્માબેને આ સંબંધોનો અંત લાવવાનુ ંકહેતા જ તેણી પર શારીરિક તેમજ માસનિક ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતુ. સાસુ જશોદાબેન તેમજ નણંદ કામીનીબેન દ્વારા દહેજની માંગણી કરીને પતિને ચઢવણી કરવાનુ ંચાલુ કરતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો. પતિ દ્વારા દહેજમાં એક લાખ અને કારની માંગણી કરી હતી. જેમાં રેશ્માબેને પીયરમાંથી ૫૦ હજાર લાવીને આપ્યા હતા તેમ છતાં પણ ત્રાસ ગુજારવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતુ. પતિએ ત્યારબાદ મકાન લાવવા માટે રૂપિયાની માંગણી ચાલુ કરી દીધી હતી.

(5:25 pm IST)