Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરતના માધવબાગ નજીક ગાંધીનગરની મહિલાનું પર્સ ખેંચી મોપેડ સવારે ધક્કો મારતા મહિલા રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર :ખાતે મીટીંગમાં હાજરી આપવા આજે મળસ્કે મોપેડ ઉપર વરાછા લંબે હનુમાન રોડ ઉપરથી પસાર થતી લીંબાયત પોલીસ મથકનાં મહિલા સહાયતા કેન્દ્રની બે મહિલા પર્સ સ્નેચર્સે પર્સ ખેંચતા રોડ ઉપર પટકાઈ હતી. આ બનાવમાં એક મહિલાને વધુ ઇજા થતા તેને સ્મીમેરમાં દાખલ કરાઈ હતી. એક મહિલાનું આઇફોન સાથેનું પર્સ જતું રહયું છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગાંધીનગરના વતની અને સુરતમાં પુણા માધવબાગ પાછળ વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં  રહેતા 34 વર્ષીય પ્રતિક્ષાબેન સચીનભાઈ પટેલ સુરતના લીંબાયત પોલીસ મથકમાં મહિલા સહાયતા કેન્દ્રમાં ફરજ બજાવે છે. આજે ગાંધીનગરમાં મિટિંગ હોવાથી સાથે નોકરી કરતા અનિતાબેન વી.રાઠોડ (રહે.બારડોલી) કાલે રાતે તેમના ઘરે રોકાયા હતા. અને આજે મળસ્કે મોપેડ પર બંને રેલવે સ્ટેશને જવા નીકળ્યા હતા.

(5:20 pm IST)