Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વડોદરાના ફતેપુરામાં બે સગા ભાઈઓએ મિલકત બાબતે ઝઘડો કરતા મામલો બિચક્યો: સામસામે થયેલ હુમલામાં ઇજા પહોંચી

વડોદરા: શહેરના ફતેપુરા કુંભારવાડામાં રહેતાં બે ભાઇઓને મકાનના પ્લોટ બાબતે ઝઘડો ચાલતો હોય ગઇકાલે મોટાભાઇએ નાનાભાઇના ઘરે જઇને હુમલો કર્યો હતો. જે અંગે વારસીયા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ફતેપુરા કુંભારવાડામાં રહેતાં નરેન્દ્ર મુન્શીલાલ કનોજીયા તથા તેમના મોટાભાઇ વિજયને વાઘોડિયા રોડ પર આવેલા પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી. ગઇકાલે બપોરે વિજય અને તેનો પુત્ર ધવલ લાકડી, ધારિયા સામે નરેન્દ્રના ઘરે ધસી આવ્યા હતાં અને ઝઘડો શરૃ કર્યો હતો.

(5:17 pm IST)