Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરતમાં સીટી બસના ચાલકની દાદાગીરી :બાઇકને ટક્કર માર્યા બાદ યુવકને માર માર્યો : લોકોએ ડ્રાઈવર અને કન્ડક્ટરને મેથીપાક ચખાડ્યો

સુરતના વરાછા મેઈન રોડ પર સીટી બસ ચાલકની દાદાગીરી સામે આવી છે. સીટી બસ ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ સીટી બસ ચાલકે બાઇક ચાલકને માથામાં ફટકો મારી ઇજા પહોંચાડી છે. ડ્રાઈવરે બાઈક ચાલકને માર મારતા લોકોએ ડ્રાઈવર અને કન્ડક્ટરને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર અને કન્ડક્ટર બસ મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી છે. સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી થયેલા અકસ્માતમાં બેથી ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અકસ્માતોમાંથી શીખ લેવાને બદલે ડ્રાઇવરો હિંસક બનતા જાય છે. જેથી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે

(9:00 am IST)