Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

શંખેશ્વરના ખેડુતો સાથે ગાય આધારિત ખેતી અને દિવ્યગ્રામ બાબતે મીટીંગ યોજાઈ

દિવ્યગ્રામ આદર્શ ગામ બનાવવા માટેના કાર્ય

શંખેશ્વરમા વઢિયાર કિસાન ઉત્પાદક કંપની દ્વારા ગાય આધારિત ખેતી દિવ્યગ્રામ અને વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી મનસુખભાઈ સુવાગીયાના માર્ગદર્શનમાં શંખેશ્વરના રાધે શોપીંગ સેન્ટરમાં આવેલ નાડોદા સમાજની વાડીમાં શંખેશ્વરના જાગૃત ખેડૂતો સાથે ગાય આધારિત ખેતી અને ગાય આધારિત જીવન અપનાવવા દિવ્યગ્રામ બનાવવા વ્યક્તિગત અને સામુહિક વ્યસનમુક્તિ કાકરેજી ગાય ના ઉત્થાન માટે તેમજ લોકભાગીદારીથી ઓછા ખર્ચમાં વધુ પાણી બચાવવા સાથે ગાંડા બાવળથી મુક્ત ગામ બનાવી દરેક વ્યક્તિ સાત્વિક ભોજન વ્યવસ્થા સમાજ વિકાસ અને દિવ્યગ્રામ આદર્શ ગામ બનાવવા માટેના કાર્ય કરી આગેવાન તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે તે માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ આગામી સમયમાં આ ગામડાઓના વિકાસમાં ગ્રામ્ય કક્ષાએ મીટીંગોનું આયોજન કરી લોકોને જાગૃત કરવા માટે આયોજન કરેલ.

(5:09 pm IST)