Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મહામંત્રી વી સતીષજી કાલે યોજાનાર બેઠકમાં હાજરી આપશે

રાષ્ટ્ર સહ સંગઠન મહામંત્રી સવિશેષ ઉપસ્થિત રહેશે : ઉત્તર ઝોનની મહત્વની બેઠક આજે સવારે ૧૦.૩૦ કલાકે કમલમ ખાતે યોજાશે : ૨૩મીએ સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ

અમદાવાદ,તા.૨૧ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપા સંગઠન પર્વ, બુથ સમિતિની સંરચના, સેવા સપ્તાહ તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં આવતીકાલે તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ''ઉત્તર ઝોન'' તેમજ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ''સૌરાષ્ટ્ર' ઝોન'ની બેઠક યોજાશે. રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષ આવતીકાલે યોજાનાર ઉત્તર ઝોનની બેઠકમાં સવિશેષ ઉપસ્થિત રહેશે. ઉત્તર ઝોનની બેઠક આવતીકાલે તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં અમદાવાદ મહાનગર, અમદાવાદ જીલ્લો, ગાંધીનગર શહેર, ગાંધીનગર જીલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છનો સમાવેશ થાય છે.

             સૌરાષ્ટ્ર ઝોનની બેઠક તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ સોમવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે રાણીંગા સોની સમાજની વાડી, ગુજરાત સમાચાર પ્રેસ પાસે, કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં જામનગર શહેર, જામનગર જીલ્લો, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો, મોરબી, જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર શહેર, ભાવનગર જીલ્લો, બોટાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તારીખ ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ યોજાનાર બેઠકોમાં ઝોનમાં આવતાં જીલ્લા/મહાનગરોના પ્રદેશ હોદ્દેદારઓ, સંગઠન પર્વના ઝોન ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ, જીલ્લા/મહાનગરના સંગઠન પર્વ ઇન્ચાર્જ તથા સંરચના અધિકારી-સહઅધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(10:12 pm IST)