Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો કોરોના સંક્રમિત

વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ (ખોરજ )કોરોના પોઝિટિવ : અગાઉ વોર્ડ 10 ના ભાજપ ના જ ઉમેદવાર મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્કીય વર્તુળમાં કોરોનાએ પોતાનો સકંજો કસ્યો છે. અને એક પછી એક નેતાઓ અને તેમની સાથે રહેતા લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે

ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ (ખોરજ )કોરોના પોઝિટિવ આવ્યા છે. વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ પોતે કોરોના પોઝિટિવ આવતા સ્થાનકો અને કાર્યકર્તાઓમાં હાહાકાર મચી ગયો છે. ખોરજ ગામે રહેતા અને ચૂંટણી પ્રચારમાં અને કાર્યકરોને પણ કોરોનાની ભીતી સેવાઈ રહી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં જ વોર્ડ 10 ના ભાજપ ના જ ઉમેદવાર મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે વોર્ડ ૧૧ ના ભાજપના ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચારમાં પણ સન્નાટાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ વોર્ડ નંબર 10-11માં કોરોનાના ડરથી પ્રચાર પણ મંદ પડી ગયો છે.

(5:33 pm IST)