Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુરતના ઉમરા વિસ્તારમાં ફી વધારા મામલે વાલીઓનો હોબાળો :હાથમાં પોસ્ટર-પ્લે કાર્ડ લઇને સ્કૂલે પહોંચ્યા

22 હજારની સીધી 40 હજાર સુધી ફી વધારો કરી દેવાયો હોવાનો આરોપ

 

સુરતના ઉમરા વિસ્તારની મેટાસ એડવેન્ટસ શાળામાં ચાલીસથી પચાસ ટકા ફી વધારાને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો  જુનિયરથી લઇને ધોરણ 12 સુધીના અભ્યાસમાં ફી વધારાનો આરોપ કર્યો છે. 22 હજારની સીધી 40 હજાર સુધી ફી વધારો કરી દેવાયો છે.

  હાથમાં પોસ્ટર લઈ વાલીઓ રજુઆત માટે શાળાએ પહોંચ્યા હતા. રિડ્યુસ ટૂ ફિસ નામના હાથમાં પોસ્ટર અને પ્લે-કાર્ડ જોવા મળ્યા હતા.

  વાલીઓનો આરોપ છે કે, ફીમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો શાળા દ્વારા કરી દેવામાં આવ્યો છે. જોકે મામલે વાલીઓ દ્વારા શાળા સંચાલકને રજૂઆત કરવા છતાં શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. જેને લઇને વાલીઓએ હાથમાં પોસ્ટર લઇને ફી વધારાનો વિરોધ કર્યો હતો.

(10:14 pm IST)