Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આણંદ નજીક વઘાસીમાં નજીવી બાબતે થયેલ તકરારમાં બેને ગંભીર ઇજા

આણંદ: નજીક આવેલા વઘાસી ગામના બસસ્ટેન્ડ પાસે ગઈકાલે મોડીરાત્રીના સુમારે ગલ્લા પરથી પાણીની બોટલ લેવા બાબતે તકરાર થતાં બેને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. એકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

 


આ અંગે ગોવિંદભાઈ ગોતાભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના સવા બારેક વાગ્યાના સુમારે વઘાસી ગામના બસસ્ટેન્ડ પાસે આવેલા ગલ્લા પરથી રાજેશભાઈ ભાઈલાલભાઈ પરમાર પાણીની બોટલ લેવા માટે આવ્યો હતો અને બોટલ લઈને ઢાંકણું ખોલી આપવાનું કહેતા ગલ્લાવાળાએ ગલ્લો બંધ કરવો છે. તેમ કહેતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને રાજેશભાઈ થોડીવારમાં જ સંજયભાઈ રમેશભાઈ પરમાર તથા શિવમ પપ્પુભાઈ ગાડે સાથે મારક હથિયારો લઈને આવી ચઢ્યો હતો અને તુ દાદો થઈ ગયો છું તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને નરેશભાઈને માથામાં મારી દેતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. ડાબા હાથે તેમજ જમણા પગે પણ મારીને ફ્રેક્ચર કરી નાંખ્યું હતુ. અજયભાઈ વચ્ચે છોડાવવા પડતાં તેને પણ માથામા ંઅને જમણા પગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:32 pm IST)