Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યાત્રાધામ ગળતેશ્વરમાં નદીમાં કચરાના થર જોવા મળતા પર્યટકોમાં આક્રોશની લાગણી

નડિયાદ:ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ગળતેશ્વર મહાદેવ ખાતેથી પસાર થતી નદીમાં કચરાના થર જામ્યા છે.અહી બારેમહિના લાખો પર્યટકો દર્શન અને ન્હાવાનો આનંદ લેવા માટે આવે છે.ત્યારે ગંદકી હોવાને કારણે પર્યટકોમાં રોષે ભરાય છે.

યાત્રાધામ એવા ગળતેશ્વ મહાદેવ ખાતે તાજેતરમાં રવિવારના દિવસે લાખોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડયા હતા.ન્હાવા આવેલા પર્યટકોએ કચરો નાખી શુધ્ધ મહીનદીના કિનારાઓ ગંદકી થી ખદબદી રહ્યા છે.જેના કારણે પાણીમાં દુર્ગધ મારે છે.જે આવનાર સમયમાં રોગચાલો ફેલાય તેના સંકેત આપી રહ્યા છે.મહીનદીના પટ્ટમાં નદીના કિનારે કચરાના કારણે પાણી પણ દુષિત થયુ છે.જેના કારણે પાણીનો રંગ બદલાયો છે.અને કાળુ પાણી દેખાય છે.

(5:28 pm IST)