Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુરતમાં આપઘાત કરવા ગયેલ શખ્સનો આબાદ બચાવ: બ્રિજ પરથી કુદતા કાદવમાં ખૂંપતા નાવડીવાળાએ બચાવ્યો

સુરત: શહેરમાં આપઘાત કરવા માટે બ્રિજ પરથી તાપી નદીમાં છગાંલ મારનાર યુવાનનો નાવડીવાળાઓની સમય સુચકતાથી બચાવ થયો હોવાનો સુખદ બનાવ બન્યો હતો. આ યુવાન પાણીને બદલે કાદવમાં પડતાં ખૂપી ગયો હતો. 

ફાયરબ્રિગેના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ચોક બજાર રોડ પર ફૂટપાથ પર રહેતો ૩૦ વર્ષીય સુરેશ ઝાલાએ રવિવારે સવારે ચોકબજાર હોપપુલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. પણ સદ્નસીબે તે પાણીના બદલે કાદવમાં પડતાં ખૂપી ગયો હતો. 

(5:27 pm IST)