Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક: સ્ત્રી-પુરુષના ઝઘડાને અટકાવતા હોમગાર્ડના જવાન પર ચાકુથી જીવલેણ હુમલો

અમદાવાદ: શહેરમાં લુખ્ખ તત્વો બેફામ બની રહ્યા છે, નરોડા રોડ પર આવેલી જીસીએસ હોસ્પિટલ બહાર રોડ પર મહિલા અને પુરુષ તકરાર કરી રહ્યા હતા. આ સમયે ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાને ઝઘડો નહી કરવા સમજાવ્યા હતા જેથી યુવકે ઉશ્કેરાઇને હોમગાર્ડ જવાનને લાફા માર્યા બાદ ચાકુથી હુમલો કર્યો હતો ત્યારબાદ અજાણી મહિલા અને પુરુષ ફરાર થઇ ગયા હતા. 

ગંભીર રીતે ઘવાયેલા હોમગાર્ડ જવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે, કે નરોડા વિસ્તારમાં અરવિંદ મીલ પાસે વ્રજવલ્લભપુરાની ચાલીમાં રહેતા અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બાલાક્રિષ્ણ ઉર્ફે બાલુ રમણલાલ ચાવડા ગઇકાલે રાત્રે ૧૧.૧૫ કલાકે નરોડા રોડ પર આવેલી જી.સી.એસ હોસ્પિટલમાં દરવાજાના દરવાજા પાસે હાજર હતા આ સમયે ત્યાં બાઇક પર બેઠેલા સ્ત્રી-પુરુષ એક બીજા સાથે ઝઘડો કરતા હતા.

(5:24 pm IST)