Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમદાવાદમાં મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓને નિશાન બનાવીને સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ૩ ઝડપાયાઃ ૭ ગુન્હાની કબુલાત

 

અમદાવાદ : અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શહેઝાદ અન્સારી , જોએબખાન બલોચ અને શાહિદ કુરેશી નો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચિંગ કરવાના બનાવો બનતા હતાં. ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં શહેઝાદ અન્સારી , જોએબખાન બલોચ અને શાહિદ કુરેશી સામેલ હતાં. ત્રણેય આરોપીઓ છેલા 5 મહિનાથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી પલ્સર બાઈક પર ગણતરીની પળોમાં ફરાર થઇ જતા હતા.

પોલીસે આરોપીઓને સીસી ટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી એક પલ્સર બાઈક સહીત એક લાખ 64ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અને અમદાવાદના 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

(5:04 pm IST)