Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કઠલાલ-બિલોદરા નજીક ટ્રક નીચે એક્ટિવા કચડાઈ જતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ:થી કઠલાલ તરફ જતા બિલોદરા ગામ પાસે આજે સવારે એક્ટિવા ચાલક ટ્રકની નીચે ઘુસી જતાં ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોતને ભટ્યો હતો. આ અંગે નડીઆદ રૂરલ પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર મહિસાગર જીલ્લાના મોઈલા ગામના મહેશભાઈ પુંજાભાઈ ખાંટ પોતાની ટ્રક નંબર જીજે-૩૨, ટી-૯૮૮૩ લઇ નડીઆદ-કઠલાલ રોડ પરથી જઇ રહ્યા હતા. તે સમયે બિલોદરા હરીઓમ આશ્રમ પાસે પુરપાટ ઝડપે એક એક્ટિવા ચાલક આવ્યો હતો અને ટ્રકની ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો. ચાલક પોતાનું એક્ટિવા નંબર જીજે-૭, સીએચ-૭૨૮૯નું લઈને સર્પાકાર સ્ટાઈલથી ચલાવવા જતાં પાછળ બેઠેલો તેનો મિત્ર એકદમ કુદી પડ્યો હતો. જેના કારણે ચાલકે કાબુ ગુમાવતા તે એક્ટિવા સાથે પટકાયો હતો. એ સાથે જ પાછળથી આવી રહેલ ટ્રકના બે ટાયરો વચ્ચે એક્ટિવા સાથે ઘૂસી ગયો હતો. જે અકસ્માતને પગલે ચાલકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે તેના મિત્રને ઈજાઓ થવા પામી હતી. 

(5:24 pm IST)