Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયા : કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૫૨૪ પર પોહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે શુક્રવારે નર્મદા જિલ્લામાં ૭ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૦૭ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા ના દરબારરોડ-૧,કાછીયાવાડ-૧,રાજેશ નગર સોસાયટી-૧, ચોર્યાસી ની વાડી-૧ મળી કુલ ૪ પોઝિટિવ દર્દી નોંધાયા છે જ્યારે જુનારાજ-૧,વાવડી-૧ અને વડીયા-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૭ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૧૮ દર્દી દાખલ છે આજે ૦૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૬૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૨૪ એ પોહોચ્યો છે આજે વધુ ૨૯૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:00 pm IST)