Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કરજણ તાલુકાના ઓસલામ નજીક મિસકોલથી પજવણી કરવાની ઘટનાનો કરુણ અંજામ આવ્યો:મિસકોલ કરતા યુવકને ધક્કો મારતા નીચે પટકાતા કમકમાટીભર્યું મૃત્યુ

કરજણ:તાલુકાના ઓસલામ ગામમાં મિસકોલથી  પજવણી કરવાની ઘટનાનોે જીવલેણ અંજામ આવ્યો હતો. મિસકોલ કરનારે યુવકને નાળાની પાળી પરથી ધક્કો મારી દેતાં ખાડામાં પટકાયેલા યુવકનું રૂમોત નિપજ્યું હતુ. 

ઓસલામ ગામનો સતિષ રાયસંગ પાટણવાડીયાને ગામના મહાદેવ ફળિયામાં રહેતો જયેશ ઉર્ફે ચિરાગ બાબુ પાટણવાડીયા (ઉ.વ.૨૧) અવારનવાર  મિસકોલ કરી પજવણી કરતો હોવાથી તેને મિસકોલ નહિ કરવા બાબતે કહેવા જતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. વખતે આવેશમાં આવેલા જયેશે પાળી પર બેઠેેલા સતિષ પાટણવાડીયાને ધક્કો માર્યો હતો. પરિણામે તે  નાળાના         સાત ફૂટ ઊઁડા ખાડામાં પડયો હતો.શરીરે ગંભીર ઈજા થતાં બેભાન અવસ્થામાં સતિષને સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસે જયેશ ઉર્ફે ચિરાગ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(1:13 pm IST)