Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરતમાં 161,45 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને 178,59 કરોડના છ કામોનું ગાંધીનગરથી ભુમીપુજન વિડિઓ કોન્ફ્રન્સથી કરતા મુખ્યમંત્રી

સુરત વિશ્વના વિકસિત શહેરોની સમકક્ષ બને તે માટે આવા અનેક વિકાસ કામો વ્યાપક થતા રહે તેવું આહ્વાન પણ કર્યું

મુખ્યમંત્રીએ સુરત મહાનગર  માં 161.45 કરોડ ના 14 વિકાસ કામો લોકાર્પણ અને 178.58 કરોડ ના 6 કામો ના ભૂમિપૂજન વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગર થી સંપન્ન કર્યા હતા.

તેમણે આ અવસરે સ્પષ્ટ પણે  કહ્યું કે પ્રજાની અપેક્ષા  સપનાઓ અને આકાંક્ષાઓ કોરોના ની કામગીરી વચ્ચે પણ મહાનગર સેવા સદન ના કર્મયોગી પરિવારે પૂર્ણ કરી છે તે અભિનંદન પાત્ર છે.
 વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે ભૂતકાળ માં કોંગ્રેસ ના શાસન માં વિકાસ કામો નાણાં ના અભાવે અટકેલા રહેતા..આપણે નરેન્દ્ર ભાઈના નેતૃત્વ માં એવી  વિકાસ ની રાજનીતિ વિકસાવી છે કે  પૈસા ની ખોટ નથી પડતી વિકાસ કામો અવિરત અને સમય બદ્ધ પુરા થાય છેઆજે કામો  સવાઈ ગતિ થી અને શ્રેષ્ઠ થાય છે કેમકે આ સરકાર પારદર્શિતા અને પ્રમાણિકતા થી કામો કરે છે .કામોના ટેન્ડર પણ પબ્લિક ડોમીન માં મૂકી ને સરા જાહેર કામો અને ખર્ચનો હિસાબ આપીએ છીએ. એવો સ્પષ્ટ મત વિજય ભાઈ રૂપાણી એ આ અવસરે વ્યક્ત કર્યો હતો*
મુખ્યમંત્રીએ સુરત મહાનગર પાલિકાએ ટર્શેરી કેર થી ગંદા પાણીને શુદ્ધ કરી રી યુઝની પહેલ કરી છે તેને બિરદાવી હતી
તેમણે કહ્યું કે સુરત ને કોરોના સંક્રમણ થી ઝડપથી  નિયંત્રણ માં લાવવા રાજ્ય સરકારે ફોકસ કરી ને બધી જ સુવિધાઓ આપી છે તબીબો આરોગ્ય સાધનો અને સુરત ને આપવા સાથે  કોરોના ટેસ્ટ પણ રાજ્ય ભર માં  રોજે રોજ વધારતા જઈએ છીએ  રોજના 50 હજાર થી વધુ ટેસ્ટ રાજ્યભરમાં થાય છે.
મુખ્ય મંત્રી એ સુરત વિશ્વ ના વિકસિત શહેરો ની સમકક્ષ બને તે માટે આવા અનેક વિકાસ કામો વ્યાપક થતા રહે તેવું આહ્વાન પણ કર્યું હતું*.
ભાજપા પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય સી આર પાટીલ રાજ્ય મંત્રી કુમાર કાનાણી તેમજ મેયર જગદીશ ભાઈ પટેલ સાંસદ દર્શના બહેન પ્રભુ ભાઈ વસાવા અને સુરત મહાનગર સેવા સદન ના પદાધિકારીઓ આ વેળા એ સુરત થી વીડિયો કોન્ફરન્સ માં જોડાયા હતા

(12:40 pm IST)