Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વાપીમાં ઘરફોડ-વાહન ચોરી કરનારા ત્રણ આરોપી એલસીબીના હાથે ઝડપાયા

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી એલસીબી પીઆઈ ડી.ટી.ગામીતની સુચનાથી હરદેવસિંહ રાણા, રીતેશ પટેલની ટીમ 1.63લાખનો મુદામાલ કબજે કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : વાપી ટાઉન તેમજ જીઆઇડીસી વિસ્તારમાં ઘરફોડ અને વાહનોની ચોરી કરનાર ત્રણ આરોપી એલસીબીના હાથે ઝડપાયા હતા. તેમની પાસેથી વાહન અને અન્ય વસ્તુઓ મળી રૂપિયા 1,63 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 એલસીબીની ટીમ  પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમના હરદેવસિંહ રાણા તેમજ રિતેશ પટેલને  મળેલી બાતમીના આધારે વાપી ટાઉન કસ્ટમ રોડથી વાત આરોપી વિકાસ અભયરાજ નીશાદ( રહે,વાપી ગીતાનગર)  આમીર  અજીજીઉલ્લાખાન (રહે,  છીરી કંચન નગર) શહેજાદે ઉર્ફે ટમાટર મહંમદજમીલ હાસ્મી(રહે. વાપી સુથાર વાડ )ને પકડી પાડી તેમની પાસેથી ચોરી કરેલ  રીક્ષા, કોમ્પ્યુટર સેટ , એલઇડી ટીવી , પ્રિન્ટર મિક્સર મશીન મોબાઈલ રોકડ મળી કુલ રૂપિયા 1,63,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે , આ મુદ્દામાલ બાબતે તેમણે વાપી કબ્રસ્તાન રોડ અને જીઆઇડીસી વિસ્તારથી ચોરી કરી હતી.તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે.વલસાડ એલસીબી પીઆઈ ગામીત હંમેશા દારૂ પકડવામાં તેમજ અસામાજિક તત્વો સામે તેમનું માર્ગદર્શન હંમેશા ચાણક્ય જેવુ રહ્યુ છે.

(10:44 am IST)