Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દ્વારા અમદાવાદમાં સીએસઆર કોન્કલેવ

ડો.ભૂષણ પૂનાની - ડો.નમિતા ગોપાલ-ભાવના મહેતા-ડો.પ્રેરણા - મોહિતના વકતવ્ય : પેનલ ચર્ચા

રાજકોટ : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ અમદાવાદમાં પ્રથમ સીએસઆર કોન્કલેવ યોજી હતી. આ કોન્કલેવનો ઉદ્દેશ અમારી સીએસઆર પહેલો પ્રદર્શિત કરવાનો તથા સીએસઆરનાં પ્રસિદ્ઘ વ્યાવસાયિકો અને શિક્ષાવિદો સાથે ભવિષ્યની યોજનાઓ દ્યડવાનો હતો, જેથી અમે પર્યાવરણને અનુકૂળ સીએસઆર પ્રોજેકટ્સ જાળવી શકીએ અને બંદરની આસપાસ વસતા સમુદાય પર સકારાત્મક અસર ઊભી કરી શકીએ.

કોન્કલેવનું ઉદ દ્યાટન કરતાં એપીએમ ટર્મિનલ્સ, પિપાવાવની સીએસઆર કમિટીનાં ચેરપર્સન ડો. હિના શાહે મહેમાનોને આવકાર્યા હતા. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનાં બોર્ડ ડાયરેકટર શ્રી પી કે લહેરીએ સમુદાયની જરૂરિયાતો વિશે અને અમે કેવી રીતે સીએસઆર પ્રોજેકટ મારફતે સેતુરૂપ બની શકીએ એ વિશે વાત કરી હતી. શ્રીમતી હર્ષા માશેલ્કરે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની જાહેર આરોગ્ય, મહિલા સશકિતકરણ, સામાજિકઆર્થિક વિકાસ, કુદરતી સંસાધનોનાં મેનેજમેન્ટ, આરોગ્ય, લાઇવસ્ટોક ડેવલપમેન્ટ અને એજયુકેશન જેવા જુદાં જુદાં ક્ષેત્રોમાં વિવિધ સીએસઆર પહેલોની સમીક્ષા રજૂ કરી હતી.

આ ઇવેન્ટમાં પ્રસિદ્ઘ શિક્ષાવિદો, સામાજિક કાર્યકર્તાઓ અને ડો. ભૂષણ પુનાની, સેક્રેટરી, બીપીએ (બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન) જેવા સંશોધકોએ સીએસઆર તકો અને પડકારો પર ઉપયોગી જાણકારી આપી હતી. સીએસઆરનાં પ્રસિદ્ઘ વ્યાવસાયિકો અને લેખક ડો. નમિતા ગોપાલે સીએસઆર દ્વારા પર્યાવરણને અનુકૂળ વિકાસ માટેની નવીન સ્ટ્રેટેજી વિશે વાત કરી હતી. જયારે વડોદરાની એમ એસ યુનિવર્સિટીનાં પ્રોફેસર ભાવના મહેતાએ મહિલા ઉદ્યોગસાહસિકતા દ્વારા પર્યાવરણને અનુકૂળ ગ્રામીણ વિકાસ પર પ્રકાશ ફેંકયો હતો, ત્યારે વડોદરાની એમ એસ યુનિવર્સિટીનાં ડો. પ્રેરણા મોહિતેએ સતત વિકાસ કરતા સમાજ માટે બાળઅધિકારો અને શિક્ષણ વિશે વાત કરી હતી.

આ કોન્કલેવમાં ચેલેન્જીસ ફેસ બાય કોર્પોરેટ એન્ડ એનજીઓ અંડર સીએસઆર થીમ પર પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં સ્પીકર શ્રીમતી હર્ષા માશેલ્કર, શ્રી હર્ષ વર્ધન, શ્રી કલ્યાણ ડાંગર, પ્રોફેસર ભાવના મહેતાએ સીએસઆર પ્રોજેકટનો અમલ કરવામાં વિવિધ પડકારો પર તથા કોર્પોરેટ અને એનજીઓ સંયુકતપણે એનું સમાધાન કેવી રીતે કરી શકે એ મુદ્દે ચર્ચા કરી હતી.

કોન્કલેવમાં સરપંચો, એનજીઓનાં વડા, શિક્ષાવિદો, તમામ કંપનીઓ અને ક્ષેત્રોમાંથી સહભાગી થયેલા સીએસઆર પ્રોફેશનલ સહિત આશરે ૨૦૦ સહભાગીઓ સામેલ થયા હતા. સહભાગીઓએ સીએસઆર પ્રોજેકટનાં અસરકારક અમલીકરણ પર જાણકારી ધરાવતા હતા તેમજ તેમણે ઉદ્યોગનાં નિષ્ણાતો અને અન્ય હિતધારકો સાથે નેટવર્ક વિકસાવવા ઉપયોગી જાણકારી આપી હતી. કોન્કલેવે લીડરશિપ, વિઝન, સ્ટ્રેટેજી અને કોર્પોરેટ સોશિયલ રિસન્પોન્સિબિલિટીની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા મહત્ત્વપૂર્ણ ઉપયોગી માહિતીઓ સાથે તમામ ઉદ્યોગનાં લીડર માટે તક પ્રદાન કરી હતી.

(3:31 pm IST)