Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

૧૩ એસપીઓને ડીઆઇજી બનવા આડે અનલક્કી ૧૩ આંક નડતરરૂપ તો નહિ બને ને? 'હોટ ટોપીક'

દેશના સૌથી યુવાન હસન સફીનને જાનમગર મુકવા સાથે ર૦૧૮ બેચના ૮ આઇપીએસોને પ્રેકટીકલ તાલીમ માટે જીલ્લાની ફાળવણીઃ શૈફાલી બરવાલાને સુરેન્દ્રનગર અને સુશીલ અગ્રવાલને અમરેલી માટે પસંદ કરાયા : ભુતકાળમાં ગાંધીનગર દ્વારા અપનાવાયેલ નીતિને કારણે ર૦૦૬ બેચના આઇપીએસ અધિકારીઓના મનમાં ભારે મુંઝવણ

આ છે નવનિયુકત ૮ આઇપીએસઃ જેમાં  દેશના સૌથી નાની ઉંમરના મૂળ બનાસકાંઠાના હસન સફીન મુસ્તફા અલીને  જામનગર તથા સૈફાલી બરવાલાને સુરેન્દ્રનગર સુશીલ અગ્રવાલને અમરેલી, લવીનાસિંહને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા, પુજા યાદવને પંચમહાલ, વિકાસ સુન્દાને વડોદરા ગ્રામ્ય અને પ્રકાશ જાટને  વલસાડ એએસપી તરીકે મુકવામાં આવ્યા છે.

રાજકોટ, તા., ૧૩: રાજય પોલીસ તંત્રના આઇપીએસ કક્ષાના ર૦૦૬ બેચના  એસપીઓને ચાલુ માસના અંતે શકય ન બને તો આવતા માસના પ્રારંભે ડીઆઇજી કક્ષામાં  બઢતી આપવાનો નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા  કરવામાં આવ્યો છે. આવી ખુશીના સમાચાર  છતા જે અનલક્કી આંક ૧૩ ની સંખ્યામાં બઢતી મળનાર છે તે પૈકીના મોટા ભાગના મનમાં સંશય છે કે બઢતી સમયસર મળશે કે કેમ? અને બઢતીની કાગળ પર જાહેરાત કર્યા બાદ પોષ્ટીંગ અપાશે કે પછી ગુજરાત પોલીસ તંત્ર માટે  ગાંધીનગરે અપનાવેલી નીતી મુજબ વિલંબ  થશે? આવી શંકા જાગવા પાછળ પણ અનેક કારણો કારણભૂત છે.

ભુતકાળમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને લાંબી તપસ્યા બાદ બઢતી તો આપવામાં આવી પરંતુ તેઓને એસપી લેવલે બઢતી આપવાના બદલે ગુજરાતના ઇતિહાસમાં કયારેય પણ ન બન્યુ હોય તે રીતે એડીશ્નલ એસપી બનાવવામાં આવ્યા. હવે આનાથી રાજી થવુ કે દુઃખી તે ડીવાયએસપીઓ સમજી શકયા ન હતા. પોલીસ ઇન્સ્પેકટર કક્ષાએ પણ પોષ્ટીંગમાં વિલંબના કારણે આવી સમસ્યા સર્જાઇ હતી.

તાજેતરમાં ડીવાયએસપી કક્ષાથી એસપી કક્ષાએ અપાયેલી બઢતીમાં પણ વિલંબ કરવા સાથે અપવાદરૂપ બાદ કરતા મોટા ભાગનાઓને આર્મ્સ યુનીટમાં અર્થાત એસઆરપીમાં કમાન્ડન્ડ તરીકે મુકી દેવામાં આવ્યા છે. હવે એસપીથી ડીઆઇજી તરીકે  બઢતી મેળવનાર ર૦૦૬ બેચને અપવાદ બાદ કરતા સારા પોષ્ટીંગ મળશે કે કેમ ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

દરમિયાન ર૦૧૮ બેચના ૮ આઇપીએસને વિવિધ જગ્યાએ પ્રેકટીકલ તાલીમ માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં  દેશના સૌથી નાની ઉંમરના મૂળ બનાસકાંઠાના હસન સફીન મુસ્તફા અલીને  જામનગર તથા સૈફાલી બરવાલાને સુરેન્દ્રનગર સુશીલ અગ્રવાલને અમરેલી, લવીનાસિંહને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા, પુજા યાદવને પંચમહાલ, વિકાસ સુન્દાને વડોદરા ગ્રામ્ય અને પ્રકાશ જાટને  વલસાડ એએસપી તરીકે મુકવામાં આવ્યા છે.

(12:22 pm IST)