Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભુજ અને આણંદના કલેકટર સહીત 23 સિનિયર જુનિયર આઇએએસની બદલી

ભુજના નવા કલેકટર તરીકે સાબરકાંઠાના પ્રવીણા ડી કે ની પસંદગી : સુનયના તોમરને સ્પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી બદલી પેટ્રોલિયમ એનજી વિભાગમાં બદલાયા

અમદાવાદ : સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સિનિયર અને જુનિયર કક્ષાના 23 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવા સાથે વધારાના ચાર્જ અને સિનિયર સ્કેલ આપી રેગ્યુલર પોસ્ટિંગ કરવામાં આવ્યા છે

આ હુકમમાં પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી સુનયના તોમરને સ્પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે એનર્જી અને પેટ્રોલિયમ વિભાગમાં મુકવામાં આવ્યા છે સામાન્ય વહીવટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કમલ દયાની ટ્રાંસપોર્ટ અને સ્પોર્ટ્સનો વધારાનો હવાલો સાંભળશે 

   કલેકટર કક્ષાએ જે ફેરફારો થયા છે તેમાં આણંદના કલેકટર દિલીપકુમાર રાણાને કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ વિભાગમાં જયારે કચ્છ ભુજના કલેકટર શ્રી નાગરાજનને હૈં એજ્યુકેશનના ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે,ભુજના નવા કલેકટર તરીકે મિસિસ પ્રવીણા ડી કે ને સાબરકાંઠાથી બદલીને ભુજ મુકવામાં આવ્યા છે

અન્ય હુકમો આ મુજબ છે

(11:30 pm IST)