Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ડિસાના કાંટ ગામની બે દિકરીઓએ રાષ્ટ્રીય લેવલે ખોખોની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ગામના સરપંચ સહિતના આગેવાનોએ બંને દીકરીઓનું સન્માન કર્યું

બનાસકાંઠાના ડિસા તાલુકાના કાંટ ગામની બે દિકરીઓએ રાષ્ટ્રીય લેવલે ખોખોની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. ગામના સરપંચ સહિતના આગેવાનોએ બંને દીકરીઓનું સન્માન કર્યું હતું. આ બંને દિકરીઓ અજાપુરા ગામની જી.જી.માળી વિદ્યાસંકૂલમાં અભ્યાસ કરે છે. આ દીકરીઓ ભલે નાના પરિવાર અને નાના ગામમાં ઉછરી હોય. પરંતુ તેમના ઈરાદા બુલંદ છે

  . ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતની ટિમમાંથી ઉમદા પ્રદર્શન કર્યું છે. નાનકડા ગામના બાળકોમાં પણ મોટી શક્તિઓ છુપાયેલી હોય છે. આ બાળકોને પણ જો યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ બતાવીને સમગ્ર ભારતનું નામ રોશન કરી શકે છે.

(9:59 pm IST)