Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોઝદા રોડ પર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઇસમોને રૂ.૭૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

જુગારમાં પકડાયેલ મુખ્ય આરોપી શંકર દયારામભાઇ વસાવા વિરૂધ્ધ અગાઉ પણ જુગારના ૯ કેશો નોંધાયેલાં હોવાથી પોતાનો ગે.કા. જુગારનો ધંધો ચલાવવા માટે થોડા દિવસ પહેલા પોલીસ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરતો જુનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપલા નાઓએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપતા પો.સ.ઇ. એ.આર.ડામોર ના સીધા માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં નીકળેલ હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કુલ પાછળ ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.જે બાતમી આધારે ત્યાં રેઇડ કરતા પત્તા પાનાનો પૈસા વડે હારજીત નો જુગાર રમતા છ ઇસમોને પકડી લીધેલ અને પકડાયેલ છે આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂ .૧૨,૨૪૦  તથા મોબાઇલ નંગ -૦૬ કિં.રૂ .૩૦૦૦  તથા ટુ - વ્હીલર ગાડી નંગ -૦૩ કિં.રૂ.૬૦,૦૦૦  મળી કુલ કિં.રૂ .૭૫,૨૪૦ નો જુગારનો મુદામાલ કબ્બે કરી છ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ પૈકી શંકરભાઇ દયારામ વસાવા વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે.માં અગાઉ પણ જુગારના ૯ ( નવ ) ગુના નોંધાયેલા હોય અને લીસ્ટેડ જુગારીયો હોય આ આરોપી વિરૂધ્ધ પોલીસ અવાર નવાર રેઇડો કરી કાયદેસરની કાર્યવાહી કરતી હોય જેથી પોતાનો ગેર કાયદેસરનો જુગારનો ધંધો ચલાવવા માટે થોડા દિવસ પહેલા પોલીસ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરતો જુનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો. પરંતુ આવા અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરી દારૂ / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે .

(10:45 pm IST)
  • ચૈત્રી નોરતાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી મોદીએ આજથી 9 દિવસના ઉપવાસ શરૂ કર્યા : આ અગાઉ 2014 ની સાલમાં અમેરિકા ગયા હતા ત્યારે પણ નવરાત્રી હોવાથી ઉપવાસ કર્યા હતા : આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ઉપવાસ ચાલુ : શક્તિના ઉપાસક શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 40 વર્ષથી બંને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે access_time 12:43 pm IST

  • પશ્ચિમ બંગાળમાં કોરોનાનો હાહાકાર : મૃત્યુઆંક મહારાષ્ટ્ર જેટલો થઇ ગયો : કોરોના પોઝિટિવ કેસમાં પણ દેશમાં ત્રીજા નંબરે : ચૂંટણી રેલી દરમિયાન કોરોના વધુ વિકર્યો હોવાનું અનુમાન : હજુ ચાર તબક્કાની ચૂંટણી બાકી હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ થવાની ભીતિ access_time 12:13 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST