Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજપીપળા શાક માર્કેટ પાસે પાણીપુરીની લારી પર સાત માણસો ભેગા કરતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Alternative text - include a link to the PDF!

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર કડક કાર્યવાહી કરતું હોય શાક માર્કેટ પાસે પાણી પુરીની લારી ચલાવી વધુ માણસો એકઠા કરનાર સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાણી પુરીની લારી ચલાવતા પ્રેમસિંગ બચુલાલ કોસબા,રહે.ટેકરા ફળીયા ભાથીજી મંદીર પાસે રાજપીપળાએ શાક માર્કેટ પાસે ગે.કા.રીતે પોતાના પાણી પુરીની લારી પાસે સાતથી વધારે માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:43 pm IST)