Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વલસાડ રૂરલ પોલીસની ટીમ કોરોનાની ગાઇડલાઇન ના પાલન માટે દુકાને દુકાને ફરી

--રૂરલ પીએસઆઈ જી. આઈ. રાઠોડએ માસ્ક વિતરણ સાથે દુકાનદારોને કોરોનાની ગાઈડલાઇ પાલન કરવા ચેતવણી પણ આપી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના આતંકની જેમ ફેલાયો છે નિયમો નું પાલન કરવું એ પણ લોકો ની પણ ફરજ છે પણ ફરજ ભૂલ્યા હોઈ તેને પોલીસ માસ્ક સાથે સમજણ પણ આપે છે કોરોના ને રોકવો હશો તો નિયમો નું ચુસ્તપણે પાલન કરવું પડશો તેમા શંકા ને સ્થાન નથી પોલીસ જવાનો પણ કોરોના માં મરણ પામ્યા છે જે લોકો ની સુરક્ષા માટે જેને દિવસ રાત મહેનત કરી છે કોરોના વોરિયર્સ તરીકે ત્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જી.આઈ.રાઠોડ કડક સ્વભાવ ના પણ માનવતા સાથે રોડ પર માસ્ક વિતરણ કર્યુ હતું માત્ર દંડ નહી પણ સાથે સમજણ પણ આપી હતી દુકાને દુકાને ફરી નિયમો પાલન કરવામા સૂચના પણ આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે વલસાડ રૂરલ પોલીસ ની ટીમે ગામે ગામ રિક્ષામાં ફરી કોરોના થી રક્ષણ કેમ થાય તેની માહિતી અને નિયમો નું ચુસ્ત પાલન કરવા સૂચના પણ આપી હતી પોલીસ ની આ કામગીરી અભિનંદન ને પાત્ર છે

(11:30 am IST)